Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગુજરાતમાં કૃષિક્ષેત્રે સૌથી વધુ અપાય છે વીજળી : કાલે 10 કરોડ યુનિટ વીજળી આપી ;સૌરભ પટેલ

 

અમદાવાદ :ખેડૂતો સાથે સરકાર અન્યાય કરતી હોવાના કોંગ્રેસના આરોપનો રાજ્ય સરકારના પ્રધાન સૌરભ પટેલે જવાબ અપાતા કહ્યું કે, કૃષિ ક્ષેત્રે ગુજરાતમાં સૌથી વધુ વીજળી આપવામાં આવે છે ગઈકાલે સૌથી વધારે 10 કરોડ યુનિટ વીજળી આપવામાં આવી છે.

 તેમણે દાવો કર્યો છે કે તેલંગણામાં 24 કલાક વીજળી આપવાની વાતો કરે છે. તેને પણ ગુજરાતે પાછળ મુકી દીધુ છે. ગુજરાત સરકાર ખેડૂતોને સાડા ચાર રૂપિયે યુનિટના ભાવે વીજળી આપે છે.

(9:04 pm IST)