Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચોમાસાની વિદાયના અણસાર છતાં તરસ્યું અમદાવાદ: જિલ્લામાં માત્ર 11 ઇંચ વરસાદ

ગયા વર્ષની તુલનાએ અડધાથી પણ ઓછો વરસાદ વરસ્યો

અમદાવાદ :રાજ્યમાં ચોમાસાની વિદાય થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ ચોમાસામાં અમદાવાદમાં ગત વર્ષની સરખામણીમાં અડધાથી પણ ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં આ વખતે 11.10 ઈંચ વરસાદ સાથે 39.43 ટકા વરસાદ પડ્યો છે. જેની સરખામણીમાં ગયા વર્ષે 16 સપ્ટેમ્બર સુધીમાં 28.11 ઈંચ વરસાદ પડ્યો છે. આ કારણે આ વર્ષે ચોમાસા છતાં અમદાવાદ જિલ્લો તરસ્યો રહ્યો છે.

(7:42 pm IST)