Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

લગ્નની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી આચરનાર પોલીસના સકંજામાં

અમદાવાદ:પૈસા કમાવવા માટે મહિલાઓને નિશાન બનાવતા એક આરોપીને સાયબર ક્રાઈમ સેલએ ઝડપી લીધો છે. નવરંગપુરાની એક મહિલાને આર્મીમાં મેજર હોવાનું કહીને લગ્નની લાલચ આપીને તેની પાસેથી રૃ. ૪૯,૦૦૦ પડાવનારા ચાંદખેડાના જુલીયન ઊર્ફે સિધ્ધાર્થ મહેરાની ધરપકડ કરવામાં આવી છે.

 આ બનાવની વિગત મુજબ નવરંગપુરા વિસ્તારની એક મહિલાએ છ વર્ષ અગાઊ પતિ સાથે છુટાછેડા લીધા હતા. બાદમાં તે જીવનસાથી શોધવા માટે સોશ્યલ સાઈટ મેટ્રીમોનીયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ મુકી હતી. જેને પગલે આરોપી સિધ્ધાર્થ મહેરાએ મહિલાને ફોન કરીને પોતે કચ્છ નલીયા ખાતે આર્મીમાં મેજર હોવાની ઓળખ આપી હતી.

 ત્યારબાદ બન્ને વચ્ચે રૃબરૃ મુલાકાત અને વોટ્સએપ પર વાતચીતને પગલે મહિલાને તેની પર વિશ્વાસ બેઠો હતો.

(5:20 pm IST)