Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શામળાજી નેશનલ હાઇવે પર ટ્રકની હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

હિંમતનગર: શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર રૂદરડી ગામની સીમ પાસે ટ્રક-ટેઈલરના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક હંકારી આગળ જતી મોટર સાયકલને પાછળથી ટક્કર મારતાં બાઈક રોડ ઉપર પટકાયું હતું.
બાઈક ઉપર સવાર દંપતી લોહીલુહાણ થઈ ગયું હતું.જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.જયારે બાઈક પાછળ બેસેલ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

શામળાજી નજીક રૂદરડી ગામની સીમ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક-ટેઈલર ગાડીના ચાલકે પુરઝડપે અને બેદરકારી ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં મોટર સાયકલને ટક્કર મારી હતી.બાઈક ઉપર દંપતી અભાપુરથી શામળાજી તરફ જઈ રહયા હતા તે વખતે મોટર સાયકલના પાછળના ભાગે ટ્રક ચાલકે જોરદાર ટક્કર મારતાં બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું.અને દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં બાઈક ચાલક દિલીપભાઈ મનજીભાઈ ડામોર(ઉ.વ.૩૭) રહે.અભાપુર,તા.ભિલોડા નાઓને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. 

(5:18 pm IST)