Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

એક જ દિ'માં ૩ મોતઃ પોલીસ તંત્ર માટે 'બ્લેક સન્ડે'

વડોદરાના પીએસઆઇ સંજયસિંહ જાડેજાનો મોબાઇલ-ડાયરી એફએસએલમાં મોકલાયાઃ કોઇનું દબાણ હતુ કે કેમ? પીએસઆઇની નોકરી મારાથી નહિ થાય, મને માફ કરજો':એક લીટીની સ્યુસાઇડ નોટનો મર્મ ઘણો મોટો છે :સંજયસિંહ જાડેજા-નખત્રાણાના એએસઆઇ રાજનાથ યાદવ અને એસઆરપી હેડ કવાર્ટર અમદાવાદના મેહુલ રાવલના મોતના પગલે સોશ્યલ મીડીયામાં વહેતા થયેલા મેસેજો પોલીસ તંત્રમાં કામ કરતા લોકોની પીડાનો અહેસાસ જેવા છેઃ  કલાકો સુધીની બોજારૃપ કામગીરી, પરિવારની કાળજી ન લેવાનું દુઃખ, બદલીની જળુંબતી તલવાર, પુત્ર-પુત્રીઓના બગડતા અભ્યાસ, રાજકીય દબાણો અને ઉપલી અધિકારીઓના ટોર્ચરઃ વખાણનારા ઓછા અને વખોડનારા જાજાઃ આમા સુધારો એ જ મૃતઆત્માને સાચી શ્રધ્ધાંજલી

રાજકોટ, તા., ૧૭:સમગ્ર ગુજરાતના પોલીસ તંત્ર માટે ગઇકાલનો દિવસ જાણે કાળો દિવસ તરીકે ઉગ્યો હોય તેમ 'બ્લેક સન્ડે' જેવો બની રહયો, ૧ પીએસઆઇ, ૧ એસઆઇ અને એક એસઆરપી મેનના આપઘાતે પોલીસ તંત્રની નોકરી કેવી કઠીન બની છે, માનસીક હતાશા કેટલી પ્રસરી છે.

રાત-દિવસની અથાગ જહેમતને વખાણનારા ઓછા, વગોવવા વાળા જાજા જેવા વાતાવરણમાં આ બધા કારણો ઓછા હોય તેમ ન્યાયી બઢતી-બદલી માટે અસહય વિલંબ, પરીવારથી દુર, બાળકોને સમય ન આપી શકવો, વીવીઆઇપીનીં બંદોબસ્તમાં ખડેપગે રહેવુ, ખાતાકીય તપાસનો સતત ઝળુંબતો ખતરો વિ. કારણો અંગે આપણે ચર્ચા કરીએ તે પહેલા ત્રણે ઘટનાની આછેરી ઝલક મેળવીએ.

રાજકોટમાં રાઇટર સહીત વિવિધ સ્થાઓએ હેડ કોન્સ્ટેબલ દરજ્જે ફરજ બજાવી ખાતાકીય પરીક્ષા પાસ કરી વડોદરા પીએસઆઇ તરીકે પોસ્ટીંગ મેળવનાર સંજયસિંહ જાડેજાએ સર્વિસ રિવોલ્વરથી જાત ટુંકાવી, એક જલીટીનો જે સંદેશો 'પીએસઆઇની નોકરી મારાથી નહિ થા, મને માફ કરશો' આ એક જ લીટીમાં તેણે ઘણું બધુ લખ્યું છે. જે ઉકેલવા માટે હૈયા ઉકલત જોશો. જો કે ઉચ્ચ પોલીસ સતાવાળા દ્વારા પણ રહસ્ય ઉકેલવા માટે ડાયરી-મોબાઇલ એફએસએલમાં મોકલયા છે. ખાનગીમાં કોઇ મને ત્રાસ આપેલ કે કેમ? તે રહસ્ય પણ ખુલશે.

'માણસ પારખુ' પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશ્નર તરીકેના અનુભવને કારણે સંજયસિંહની શકિતથી સુપરે પરીચીત  માટે જ તેઓએ તેમને સંયાજીગંજ પોલીસ મથક  હેઠળની અલ્કાપુરી ચોકીમાંથી ક્રાઇમ બ્રાચ જેવી મહત્વની બ્રાંચમાં એટેચ તરીકે મુકતો હુકમ કરતા પોતાની કદર થવાથી સંજયસિંહ ખુબ ખુશ હતા. આ શબ્દો છે ખુદ પોલીસ કમિશ્નર અનુપમસિંહજીના, ચેઇન સ્કનેચર ગેંગને પકડવા માટે સુપર કોપ-બાઇક-સ્કવોડ બનાવી તેમનું સુકાન પણ અનુપમસિંહજીએ તેમને સુપ્રત કરેલ. આથી જ તેઓએ કારણ જાણવા સંજયસિંહના પાસવર્ડથી બંધ મોબાઇલ એફએસએલ માફરત ખોલાવી તેનું કારણ જાણવા પ્રયત્નો શરૃ કર્યા છે.

રાજય પોલીસ તંત્રમાં કાળા દિવસની બીજી ઘટના નખત્રાણા (કચ્છ) માં બની રાજનાથ યાદવનું જેઓ કામના કહેવાતા વધુ પડતા કારણથી ડિપ્રેશમાં હતો. તેઓએ ગળે ફાંસો ખાઇ જાન ગુમાવી દીધો છ. માણસને ગળાફાંસો ખાઇ જીવ દેવો પડે તેવું કામનું ભારણ કેવું હશે? આ બહુ હળવાશથી લેવા જેવું નથી. બાબા આદમના વખતનું સેટઅપ હવે સુધારો માંગે છે. પોલીસ સ્ટાફ પણ અન્ય ખાતાઓની જેમ ઇન્શાન છે. આ  વાત ભુલાવી ન જોઇએ. કયા ખાતામાં પૈસા નથી લેવાતા? અને કેટલી હદે લેવાય છે? તે બધા જાણે છે. પરંતુ ચર્ચા વિશેષ પોલીસ તંત્રની જ થાય છે. આવો વસવસો પોલીસ તંત્રના અનુભવીઓને આથી જ પોલીસ તંત્રના અનુભવી પીએસઆઇ કિરીટ લાઠીયા કહે છે કે પોલીસ સિવાયના પણ પાંચ મિત્રો જરૃરી છે. જેથી મલ્યે ત્યારે અન્ય વાતો થાય અને બીજુ ભુલાઇ જાય, આપણા બેચ મેટ મળે ત્યારે પણ પોલીસ તંત્રની વાતોની મેટ મળે ત્યારે પણ પોલીસ તંત્રની વાતોની રોકર્ડ વગાડી બી.પી.વધારવાના બદલે અન્ય જશ્ન-ખુશી-આનંદની વાતો કરવી જોઇએ. પીએસઆઇ કે.એન.લાઠીયાની આ વાતમાં એક પ્રકારનો ઉકેલ પણ હોવાનું ઘણા પોલીસ માને છે.

'બ્લેક સન્ડે'ની ત્રીજી ઘટનાં અમદાવાદ નરોડા એસઆરપી હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મેહુલ રાવલ (ઉ.વ.૩૦) કે જેઓ મુળ ગોંડલના વતની છે. તેઓએ પણ જીવ ટુંકાવ્યો. આ યુવાનને લગ્ન કરવા માટે પણ પુરતો સમય ન મળ્યા સહીતની ચર્ચા છે. સાચુ ખોટુ રામ જાણે.

પોલીસ તંત્રના નાના મોટા સ્ટાફની કઠણાઇ તે નિવૃત થયા પછી પણ ઓછી થતી નથી. કોર્ટમાં સાક્ષી આપવા પ૦૦ કિ.મી. દુર જવુ પડે છે. ઘણી વખત તો ઘણા કિસ્સાના સિનીયર સીટીઝન બની ગયા બાદ પણ આંખની તકલીફ, ગોઠણના સાંધાના દુઃખાવાની તકલીફ, કે મુસાફરી કરવા  અસક્ષમની સ્થિતિમાં પણ સાક્ષી પુરાવવા અદાલતમાં સમન્સને માન આપવુ પડે છે.

 વિશેષ  ન કરીએ તો હવે પોલીસ તંત્રને નોકરીમાં ટ્રેમા ન આવે તેવું કરીએ. એવા કાર્ય ન સોંપીએ. રાજકીય દબાણ ઓછુ કરીએ, પારીવારીક મુશ્કેલીઓ સમજીએ, તેમના હક્ક હિસ્સા સમયસર આપીએ અને પીઆઇ ટુ ડીવાયએસપી ની ફાઇલ લટકતી રાખી છે. તેવું નાના પોલીસ તંત્ર સાથે તહેવારોના બહાને ન થાય તેવો અંમલ જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે.

(5:05 pm IST)