Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

તારાપુરના જુના ચિખલિયામાં ગણપતિના દર્શન કરવા બાબતે કાકા-ભત્રીજાને માર મારતા બબાલ મચ્યો

તારાપુર: તાલુકાના જુના ચીખલીયા ગામે ગણપતિના દર્શન કરવાની બાબતે છોકરાઓ વચ્ચે થયેલી બોલાચાલીને લઈને એક શખ્સે લાકડીથી કાકા-ભત્રીજાને માર મારતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર જુના ચીખલીયા ગામે ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે હિતેન્દ્રસિંહ અનુપસિંહ ડાભીનો ભત્રીજો દિવ્યરાજ દર્શન કરીને જતો હતો ત્યારે રણુભા કુંવરસિંહ ડાભીના પુત્ર વિશ્વજીત સાથે બોલાચાલી થઈ હતી. જેથી હિતેન્દ્રસિંહ વચ્ચે પડતાં વિશ્વજીતના પિતા રણુભાઈ લાકડી લઈને આવી ચઢ્યા હતા અને હિતેન્દ્રસિંહને માથામાં લાકડી મારી દીધી હતી. દિવ્યરાજ વચ્ચે પડતા તેને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:05 pm IST)