Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નડિયાદના ઝઘડિયાના રીઢા એક્ટિવા ચોરની અમદાવાદથી ધરપકડ

નડિયાદ: ઝઘડીમાં પોળમાં રહેતા વનીતાબેન પટેલ ગત તા. ૧૩-૯-૧૮ના સાંજે એક્ટિવા જીજે ૭ બીએ ૧૯૬૪ લઈ ઉત્તરસંડા રોડ ઉપર આવેલ અંબા માતા મંદિરના દર્શન કરવા ગયા હતા. આ દરમ્યાન મંદિર સામે પાર્ક કરેલ એક્ટિવા કોઈ ચોરી ગયો હતો. આ ચોરી અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન શાહીબાગ અમદાવાદ પોલીસે એક ઈસમને શકમંદ હાલતમાં એક્ટિવા સાથે અટક કરી વાહનના કાગળો માંગતા મળી આવ્યા ન હતા. તેની પૂછપરછ કરતા હિતેશ ફુટરમલ જૈન (રે. શાહીબાગ-અમદાવાદ)એ આ એક્ટિવા નડિયાદ કોલેજ રોડ પરથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેની જાણ થતા નડિયાદ ટાઉન પોલીસે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજે મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. 
આ બનાવ અંગે ઉલ્પેશભાઈ ભીખાભાઈ પટેલની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:05 pm IST)