Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ખંભોળજ: વિદેશી દારૂના ગુનાહમાં રાજસ્થાનના બુટલેગરની ધરપકડ કરી સુરતની જેલમાં ધકેલાયો

ખંભોળજ: ઉમરેઠ અને પેટલાદ શહેર પોલીસ મથકે વિદેશી દારૂના કેસમાં પકડાયેલા મુળ રાજસ્થાનના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ રાજસ્થાનનો પરંતુ હાલમાં આણંદમાં અલગ-અલગ જગ્યાએ રહીને વિદેશી દારૂનું મોટાપાયે કટીંગ કરનાર રતનસિંહ જબ્બરસિંહ સોઢાની ખંભોળજ, ઉમરેઠ અને પેટલાદ ખાતે પકડાયેલા વિદેશી દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેથી જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર આણંદ એલસીબીએ તેની પાસા હેઠળ ધરપકડ કરવાની એક દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. જેમણે પાસાની દરખાસ્ત મંજુર કરીને સુરતની લાજપોર જેલમા મોકલી આપવાનો હુકમ કરતાં જ એલસીબીએ રતનસિંહને પાસાના વોરંટની બજવણી કરીને સુરતની લાજપોર જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મોકલી આપવામાં આવ્યો હતો. 

(5:05 pm IST)