Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પૂજ્ય વેદાંતસ્વરૃપદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી.

આ ગણેશ ઉત્સવમાં રોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શને પધારે છે અને મહાઆરતીનો લાભ લે છે. ગણેશ સ્થાપના પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, 'ગણપતિ સર્વ વિઘ્નોના હર્તા દેવ છે. એમની પૂજા-અર્ચનાથી સર્વ દેવતાઓ પ્રસન્ન થાય છે.

પુરાણોમાં કથા છે કે ગણપતિજીએ શીવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ મેળવ્યું હતું. આ કથા આપણને માતા-પિતાનો મહિમા સમજાવે છે. ભગવાન સમસ્ત જગતના માતા-પિતા છે. એમની પૂજા કરવાથી સર્વ દેવોની પૂજા થઈ જાય છે. જગતના મૂળ તત્ત્વને જે જાણી લે છે એને સર્વ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિવ-પરિવારમાં જેવો સંપ છે તેઓ સંપ ગણેશ પૂજન કરનારા સર્વ પરિવારમાં થાય એવી અમે શ્રીગણેશજી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. '

(4:59 pm IST)