Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

આલે...લે...

કોર્પોરેશન હવે સરકારને GSTનુ TDS ઉઘરાવી દેશે

૧લી ઓકટોબરથી કોન્ટ્રાકટરોને GST ના ર ટકા TDSનો ડામ આપશે સરકાર

રાજકોટ તા.૧૭ : રાજય સરકાર દ્વારા આગામી૧ ઓકટોબરથી જી.એસ.ટી. ઉપર ટી.ડી.એસ. લગાડવાનું શરૂ થનાર છે જે ઉઘરાવવાની કામગીરી  જેને સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓને સુપ્રત કરાયાનું જાણવા મળ્યું છ.ેઆ અંે રાજય સરકરના નાણા વિભાગે પ્રસિધ્ધ કરેલ પરિપત્રમાં જણાવાયું છ.ે

ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ એકટ, ર૦૧૭ તથા સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ એકટ ર૦૧૭ ની કલમ પ૧ અનુસાર જયારે કોઇ સરકારી વિભાગ, સ્થાનીક સત્તા મંડળ અને સરકાર હસ્તકના જાહેર સાહસો રૂા. ર,પ૦,૦૦૦ થી વધુની કિંમતનું ટેન્ડર બહાર પાડીને વેરા પાત્ર ચીજ વસ્તુઓ ખરીદે કે વેરાપાત્ર સેવાઓ મેળવે તો કુલ ર ટકા ટેકસ ડીડકશન એટ સોર્સ કરવાનું થાય, જેમાં ૧ ટકા ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ અને ૧ ટકો સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ અને ૧ ટકા સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ હેઠળ કાપવાનો થાય એટલે કે કુલ ર ટકા કપાત કરી, જે મહિનામાં ડીડકશન થયું હોય તેના અંત પછીના ૧૦ દિવસની અંદર, સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહેશે. આમ આગામી ૧ લી ઓકટોબરથી કોર્પોરેશન દ્વારા જી. એસ. ટી. ઉપર ટી. ડી. એસ. કાપવાનો પ્રારંભ થશે.

(4:16 pm IST)