Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નારી તુ નારાયણી...કેન્સર પીડિત પતિને બચાવવા સાવીત્રીનો સંઘર્ષઃ શીલ્પાને વંદન

અમદાવાદ : હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિધ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણીનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષ ગાથામાં જોવા મળ્યો. પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ. કોલેજના પહેલા વર્ષમાં ભણતી એકની એક દીકરી અને માતા શિલ્પાબેનનો અવિરત સંઘર્ષ શરૂ થયો અને રસોડામાં રોજ ત્રણ કપ ચા બનાવતી માતાને રસ્તા પર કિટલી શરૂ કરવી પડી...! જીહા, એક પત્ની અને એક માની દર્દીલી દાસ્તાન આવી જ છે. આશરે ૪ વર્ષ પહેલાં શિલ્પાબેનના પતિ શૌરીન પટેલને ગળાનું કેન્સર થયું, સીવીલમાં સારવાર કરાવી, ખાસ્સો ખર્ચો ય કર્યો પણ સારવાર સાર્થક ન નીવડતા મટવા આવેલું. ગળાનું કેન્સર આંતરડા સુધી પહોંચી ગયું. બીમાર પતિની આવક બંધ થઇ ચૂકી હતી એટલે ઘર ખર્ચ અને બીમારીનો ખર્ચ કેમ કાઢવો એ મોટી સમસ્યા હતી પણ સંજોગો સામે લડી લેવું એવા મક્કમ નિર્ધાર સાથે શિલ્પાબેન સ્ટેડીયમ પેટ્રોલ પંપ પાસે ચા ની કિટની શરૂ કરી. પતિની કિમોથેરાપીની સારવારનો મહિને ઓછામાં ઓછો ૪૦ હજાર ખર્ચ થતો હતો.

(3:48 pm IST)