Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બનાસ ડેરી હવે દૂધની સાથે બનાવશે તેલ:દાણનું કમિશન બમણું: શરૂ કરશે રૂરલ મોલ

ગોબરગેસના માધ્યમથી નવું અર્થતંત્ર ઉભું કરાશે : અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની જાહેરાત

બનાસડેરી દ્વારા ધાનેરા ખાતે યોજાયેલી શિબિરમાં ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી કે મંડળીને દાણનું કમિશન બેગણું કરવાની જાહેરાત કરી હતી. બનાસ ડેરી દૂધનો ધંધો કરતા હવે ખાદ્યતેલ પણ બજારમાં મુકશે. તેનું વેચાણ મંડળી મારફત થશે અને તેનું કમિશન મંડળીને પણ મળશે. મંડળીમાં જીવન જરૂરી વસ્તુઓનો રૂરલ મોલ ઉભો થશે. ગોબર ગેસના માધ્યમથી નવું અર્થતંત્ર ઉભું કરવામાં આવશે

(9:31 pm IST)