Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વડોદરામાં ઇંધણના ભાવ આસમાને :છેલ્લા 10 દિવસમાં પેટ્રોલમાં અઢી રૂપિયાનો ઉછાળો

બેફામ વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું

વડોદરામાં ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે પેટ્રોલ ડિઝલના ભાવમાં  ચાર મહિનામાં  સાત  રૂપિયાના વધારાથી પેટ્રોલના લીટરના 80.76  પૈસા થયા છે.ત્યારે ડીઝલ હવે પેટ્રોલના ભાવો ની નજીક પહોંચી ગયું છે. અને લિટરે 78.23 પૈસા પર  જતું રહ્યું છે

સરકારે છેલ્લા 10  દિવસમાં અઢી રૂપિયા જેટલો પેટ્રોલ પર  લિટરે ભાવ વધારી દીધો છે.જે રીતે બેફામ પેટ્રોલના ભાવો વધી રહ્યા છે. તેને લઇને ફરી  આમ નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ  મહિને  સૌથી વધુ પેટ્રોલના ભાવો  લિટરે 80  ને પાર  જતા આમ નાગરિકો પરેશાન થઇ ગયા છે.

(8:45 pm IST)