Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રતિબંધના વિરોધમાં વેપારીઓનું ઉગ્ર પ્રદર્શન:પોલીસનો લાઠીચાર્જ

અંબાજી :યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને થોડા જ દિવસો બાકી છે ત્યારે આજે અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધને કારણે વેપારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. અંબાજીમાં વેપારી અને વહીવટીતંત્ર સાથે પ્લાસ્ટીક પ્રતિબંધનાં મામલે વણસેલી પરિસ્થિતિ ચક્કાજામ, ટાયરો સળગાવવા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 7 વેપારીઓની પોલીસે અટકાયત કરી છે.

(8:37 pm IST)