Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અરવલ્લી જિલ્લામાં વરસાદની અછત :મુખ્ય જળાશયોના તળિયા દેખાયા

આવનાર દિવસોમાં પીવાના પાણીની કે સિંચાઇ માટે કપરી પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો નવાઈ નહીં

અરવલ્લી જિલ્લામાં સિઝનનો 67.78 ટકા વરસાદ નોંધાયો છે. ગઈ સિઝનની સરખામણીમાં 50 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વરસાદ હાથતાળી આપી ગયા પછી વરસાદ વરસે એવા કોઈ એંધાણ ન હોય એવામાં આવનાર દિવસોમાં પીવાના પાણીની કે સિંચાઇ માટે કપરી પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો નવાઈ નહીં

  અરવલ્લી જિલ્લાના પાંચ જળાશયો પૈકીના માઝૂમ સિવાયના મેશ્વો,વાત્રક,લાંક અને વૈડી જળાશયો ના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે માત્ર મોડાસાના માઝૂમ જળાશયોમાં હાલ પાણીની સપાટી 155.76 મીટર હોય આવનાર દિવસો માં વરસાદ આવે નહીં તો ચોક્કસ ધરતી પુત્રો જે સિંચાઈ પાણીથી નિર્ભર છે. એવા ખેડૂતો માટે કપરી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે.

 મોડાસાના માઝૂમ જળાશયની સ્થિતિએ પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય પરંતુ સિંચાઈના પાણી માટે જો આજ સ્થિતિ રહેશે તો સરકારશ્રીના આદેશ મુજબ સિંચાઈનું પાણી છોડવામાં આવ

(8:36 pm IST)