Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સરકારી પરીક્ષામાં હાર્દિક પટેલના ઉપવાસ અંગે પૂછ્યો પ્રશ્ન:કોણે પાણી પીવડાવ્યું ??:વિકલ્પમાં રૂપાણીનું પણ નામ :જબરો વિવાદ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નએ વિવાદ સર્જયો છે. આ પરીક્ષામાં હાર્દિક પટેલે કરેલા ઉપવાસ દરમિયાન પાણી પીવડાવનારા નેતા અંગેનો પ્રશ્ન પૂછાયો હતો. અને તેના જવાબમાં ચાર વિક્લપ અપાયા હતા તેમનાં એક વિકલ્પ તરીકે સીએમ રૂપાણીનો વિકલ્પ અપાતાં વિવાદ સર્જાયો છે.

100 સવાલો પૈકી 79મો સવાલ પરીક્ષામાં હાર્દિકના ઉપવાસ અંગે પૂછાયો હતો. આ પરીક્ષા ગાંધીનગર કોર્પોરેશનના ક્લાર્કની ભરતી માટે યોજાઈ હતી. તો તેમાં એક જવાબ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નામ જવાબ તરીકે રાખવામાં આવ્યું હતું.

(8:35 pm IST)