Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નિવાલ્દા ગામે જુગાર રમતા ત્રણ પૈકી બે શકસોને રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા : એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં જુગાર રમતા શખ્સો ને પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર દેડીયાપાડા પોલીસને મળેલી બાતમીના આધારે નિવાલ્દા ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાંથી ( ૧ ) ગુરજીભાઈ ટેટીયાભાઈ વસાવા, તથા ( ૨ ) અક્ષયભાઈ અશ્વિનભાઈ વસાવા, બંને રહે.નિવાલ્દા મિશન ફળીયું તા.દેડીયાપાડા નાઓ ગુરજીભાઈ ટેટીયાભાઇ વસાવાના રહેણાંક ઘરની આગળના ભાગે આવેલ ખુલ્લી અડાળીમા પત્તા પાના વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા હોય તેમની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૭૭૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૩૮૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૧૫૦ ના જુગારના મુદામાલ સાથે પકડાઇ ગયેલ તથા વિપુલભાઈ કાંતીભાઈ વસાવા (રહે.નિવાલ્દા મિશન ફળીયું તા.દેડીયાપાડા જી - નર્મદા )નાઓ સ્થળ ઉપરથી નાશી જતા તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે

(11:07 pm IST)