Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૪૪૭ મિ.મિ.વરસાદ નોંધાતા સવત્ર ઠંડક પ્રસરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.૧૭ મી ઓગષ્ટ,૨૦૨૨ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ સાગબારા તાલુકામાં-૭૧ મિ.મિ. અને સૌથી ઓછો તિલકવાડા તાલુકામાં-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત દેડીયાપાડા તાલુકામાં-૪૮ મિ.મિ., નાંદોદ તાલુકમાં-૩૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૪૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૧૮૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૬૦૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૩૮૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૨૪૫ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો- ૧૧૬૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૪.૦૨ મીટર, કરજણ ડેમ-૧૦૯.૪૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૫૦ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૪.૮૦ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

(10:58 pm IST)