Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરવાનો જનહિત અભિગમ: છોટાઉદેપૂરમાં રૂ. પ.૪૮ કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનશે

જિલ્લા કક્ષાના વડામથકે ૧૬ નગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન માટે પ્રત્યેક નગરપાલિકાને રૂ. પ.૧૪ કરોડ પ્રમાણે રૂ. ૮ર.ર૪ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી: આવા મોડેલ ફાયર સ્ટેશન જિલ્લામાં આગની આપત્તિને પહોચી વળવા સજ્જ હશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે.

રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે.
આ સંદર્ભમાં, તેમણે રાજ્યની છોટાઉદેપૂર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની દરખાસ્ત કમિશનર, મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન દ્વારા રજુ કરવામાં આવી હતી.
તદઅનુસાર, મુખ્યમંત્રીએ છોટાઉદેપૂરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પાંચ કરોડ ૧પ લાખ રૂપિયાના કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ૧પ લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી સમગ્રતયા પાંચ કરોડ ૪૮ લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા છે
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩ર જિલ્લાઓમાં ૩ર નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩ર વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે.
તદઅનુસાર, નાણાંકીય વર્ષ ૨૦રર-ર૩માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની ૧૬ નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. પ.૧૪ કરોડ પ્રમાણે રૂ. ૮ર.ર૪ કરોડની સૈદ્ધાંતિક અનૂમતિ મળેલી છે.
એટલું જ નહિ, ર૦રર-ર૩ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા ૧ કરોડ પ્રમાણે રૂ. ૧૬ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શક

(7:23 pm IST)