Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં ઘરકામ બાબતે પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા: ઘરકામ બાબતે અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપનાર પતિ સહિત સાસરી પક્ષના છ સભ્યો વિરુદ્ધ પરણીતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

શહેરના આજવા રોડ ઉપર રહેતી 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પહેલા લગ્ન દરમ્યાન પતિ જગદીશભાઈનું નિધન થયું હતું . ત્યારબાદ વર્ષ 2013માં મારાલગ્ન રાહુલ સોલંકી ( રહે- લીમડીચોક ,ભરૂચ) સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પતિ તથા સાસરીયાઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસઆપવાનું શરૂ થયું હતું. નણદોઈ સંજય સોલંકી ( રહે - બકોરનગર સોસાયટી , ન્યુ વીઆઇપી રોડ ) મારા પતિ તથા સાસુને જણાવતો હતો કે, હું મેયરની ગાડી ચલાવું છું. સંતાન થતા નથી તો મહિલાને કાઢી મૂકો રાખવાની કોઈ જરૂર નથી.  અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરણીતાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:48 pm IST)