Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી

સૌથી વધુ વરસાદ ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજ અને સીન્ધુભવનમાં ભારે વરસાદ ખાબક્યો:પકવાનથી જજીસ બંગ્લો રોડ તરફ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી

અમદાવાદ : અમદાવાદમાં ધોધમાર વરસાદ  વરસતા રસ્તા પાણી પાણી થયા છે.  જયારે  સૌથી વધુ વરસાદ ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજ અને સીન્ધુભવનમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં પકવાનથી જજીસ બંગ્લો રોડ તરફ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મેમનગર હેલ્મેટ ચાર રસ્તા તેમજ ગુરુકુળ રોડ પર પણ પાણી ભરાઈ હતા વાહનો ચાલકો પરેશાન થયા હતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં  ભારે  વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા  હતા

આ ઉપરાંત ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી અનેરાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

(1:14 am IST)