Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ મંદીના ભરડામાં: જીએસટીની પછડાટ પછી પૂરપ્રકોપ નડ્યો

ઉત્તર ભારત સહીતના રાજ્યોમાં વરસાદને કારણે 300 કરોડના ટેક્ષટાઇલ ઉદ્યોગ પ્રભાવિત

 

સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો છે . જીએસટી લાગુ થયા બાદ વેપારમાં ચઢાવ-ઉતાર થતા વેપારીઓની મુશકેલીઓમાં વધારો થયો હતો. વર્ષે ઉદ્યોગકારોને સારા વેપારની આશા હતી પરંતુ વરસાદે આશા પર પાણી ફેરવી દીધુ છે

  . જીએસટીને કારણે કારમી પડછાટ ખાધેલા ટેક્ષટાઇલ ઉદ્યોગ સાહસીકો આગામી ઉત્સવને ધ્યાનમાં રાખીને ફરી વખત કાર્યરત થયા છે પરંતુ વરસાદને કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. ઉત્તર ભારત સહીતના રાજ્યોમાં વરસાદને કારણે 300 કરોડના ટેક્ષટાઇલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે

    વેપારીઓને આશા હતી કે આવનાર તહેવારોની સિઝનમાં તેઓ વેપાર કરી મંદીમાંથી બહાર આવશે પરંતુ ભારે પૂરની પરીસ્થિતિના કારણે અન્ય રાજ્યોમાં સમયસર કાપડ પહોંચી શક્યુ નથી. માત્ર 25 ટકા કાપડ પહોચ્યું છે જેના કારણે ઉદ્યોગ સાહસિકોની કમર તુટી ગઇ છે

  . ઉત્સવનાં મોસમમાં 300 ટ્રકો ભરીને રોજ કાપડ અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવતું હતું પરંતુ વર્ષે 100 ટ્રકો પણ જઈ શકી નથી. જે કાપડની ડીલીવરી થઇ છે તે પણ રસ્તામાં અટવાઇ ગઇ છે.ગણેશ ઉત્સવ અને 11મી સપ્ટેમ્બરના રોજ ઓનમના પર્વને લઇ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ આશા હતી પરંતુ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે વેપાર ઠપ્પ થઈ ગયો છે

 

(11:10 pm IST)