Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

બારડોલી: માંડવી વન વિભાગે પેટ્રોલિંગ દરમ્યાન બે કારમાંથી ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો

બારડોલી:માંડવી વન વિભાગની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બેડધા પાટીયા પાસે મારૂતિ વાનનો પીછો કરતા ચાલક ગાડી મુકી ભાગી જતાં ગાડીમાં ખેરના ૨૦ નંગ લાકડા મળી આવ્યા હતા. બીજા બનાવમાં મારૂતી ફ્રન્ટીનો પીછો કરતા ચાલક ઝંખવાવ રોડ પર ફુલવાડી પાસે કાર રોડ પર મુકી ભાગી ગયો હતો. ફ્રન્ટીમાં ૧૬ નંગ સાગી લાકડા ભરેલા હતા.

માંડવી દક્ષિણ રેંજના આરએફઓ વિક્રમસિંહ સુરમા ગુરૂવારે રાત્રિએ વનક્ષેત્રમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે રાત્રે ૩ વાગે લાબાઘાટથી મારૂતિ વાન (નં. જીજે-૨૦-એ-૨૯૩૨) પુરઝડપે આવતા વન વિભાગની ટીમે શંકા આધારે પીછો કરતા મારૂતી વાનના ચાલકે વાન બેડધા પાટીયા પાસે રોડ પર મૂકી અંધારામાં ભાગી ગયો હતો. મારૂતી વાનમાં ૨૦ નંગ ખેરના લાકડા ૦.૫૧૧ ઘનમીટર ભરેલા હતા જે કબજે લઇ ખેડપુર ડેપોમાં સીઝ કર્યા હતા. 

(5:07 pm IST)