Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવું યુવકને ભારે પડ્યું: 50 હજાર ગુમાવવાની નોબત આવી

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા હીરાની ફેકટરીના કર્મચારીએ ગુગલ પે પર મિત્રને 1 હજાર રૃપિયાના પેમેન્ટ ટ્રાન્સફર નહિ થતા ગુગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર મેળવી મદદ લેવા જતા ભેજાબાજે 50 હજાર રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. ગોડાદરા આસ્તિક નગરમાં રહેતા નિકુલ જશવંત રાણા વરાછાના કિરણ જેમ્સમાં સરીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. અઠવાડિયા અગાઉ નિકુલ મિત્ર અશ્વીન પટેલને 1 હજાર રૃપિયા આપવા માટે ગુગલ પે એકાઉન્ટથી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ પૈસા ટ્રાન્સફર નહિ થતા ગુગલ પરથી ગુગલ પે નો કસ્ટમર કેર નંબર મેળવી સંર્પક કર્યો હતો. જેમાં પ્લે સ્ટોરમાંથી એની ડેસ્ક એપ્લીકેશન ડાઉન લોડ કરવાનું કહેવામાં આવ્યું હતું અને 6291598217 પરથી એક ટેક્ષ મેસેજ આવ્યો હતો. જે મેસેજ કસ્ટમર કેર પર જણાવ્યા મુજબ 9223175152 પર મોકલાવ્યો હતો અને ત્યાર બાદ એની ડેસ્ક એપ્લીકેશનનો કોડ આપવા જણાવ્યું હતું અને ત્યાર બાદ એગ્રી બટન દબાવવાનું કહ્યું હતું. કસ્ટમર કેર ના જણાવ્યા મુજબ કરતા વેંત નિકુલના ખાતામાંથી 25૦૦૦ રૃપિયા ઉપડી ગયા હતા. 

(5:07 pm IST)