Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

વડોદરાના તાંદલજા રોડ પર એપાર્ટમેન્ટ નજીક 15 ફૂટ ઊંડો ભુવો પડતા લોકોને હાલાકી: રહેણાંકને ખાલી કરાવવામાં આવ્યા

વડોદરા: શહેરના તાંદલજા રોડ પર આજે વહેલી સવારે એક એપોર્ટમેન્ટની કેમ્પાઉન્ડ વોલ પાસે ભૂવો પડતાં અફરાતફરી મચી હતી.ગુલાબવાટિકા સોસાયટી સામે આવેલા દર્શન એપાર્ટમેન્ટના ગેટ પાસે આજે સવારે ધડાકા સાથે સાત થી આઠ ફૂટ લાંબો અને તેટલો જ પહોળો ૧૫ ફૂટ ઊંડો ભૂવો પડતાં વોચમેને બૂમો પાડી રહીશોને જગાડયા હતા.ભૂવાની સાથે કેમ્પાઉન્ડ વોલનો કેટલોક ભાગ બેસી ગયો હતો અને ગેટ પણ તૂટી ગયો હતો.એપાર્ટમેન્ટ બેસી જાય તેવો ભય લાગતાં મોટાભાગના રહીશો  બહાર નીકળી આવ્યા હતા.

(5:03 pm IST)