Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠેઃ ૧૩ ગામના લોકોને ચેતવણી

બનાસકાંઠા :ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈ કાલથી સતત બે કાંઠે વહી રહેલી બનાસ નદીમાં પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, જેને કારણે બનાસ કાંઠે વસતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

બનાસ નદી બે કાંઠે વહેતી થઈ

બનાસ નદીમાં પાણી આવવાથી જિલ્લામાં પાણીના તળને મોટો ફાયદો થઈ શકે છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પણ બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદીમાં પાણી આવતા એલર્ટ અપાયું છે. નદીમાં પાણીનું લેવલ વધી જવાથી કિનારાના તમામ ગામોને એલર્ટ કરાયા છે.

ગામોને એલર્ટ કરાયા

બનાસ નદીમાં પાણીને પગલે અમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઇબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ જવા સૂચન કરાયું છે. ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે હજુ પણ બનાસ નદીમાં પાણી વધવાની સંભાવના છે. તેથી હજી પણ પાણીનું સ્તર વધી શકે છે.

(4:55 pm IST)