Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ધો.૧૦માં બેઝીક મેથ્સ રાખનાર છાત્રોએ ધો.૧૧માં સ્ટાન્ડર્ડ મેથ્સની કસોટી પાસ કરવી પડશે

CBSE બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં નવી હિલચાલ

અમદાવાદ, તા. ૧૭ : સીબીએસઈ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦માં ધો.૧૦માં પહેલી વાર બે મેથ્સ - બેઝીક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ એમ બે પરીક્ષા લેવા જઈ રહી છે. આ બાબતે બોર્ડ દ્વારા તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. ધો.૧૦માં બેઝીક મેથ્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ધો.૧૧માં સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ નહિં શકશે.

તે સાથે બોર્ડે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વિદ્યાર્થી ધો.૧૧ મેથ્સ લેવા માગતો હોય તો તેણે ધો.૧૦માં કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા આપવી પડશે, પરંતુ તે પહેલા વિદ્યાર્થીએ ધો.૧૦ની બેઝીક મેથ્સની પરીક્ષા પાસ કરવી પડશે. આટ્ર્સમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બેઝીક મેથ્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

(3:45 pm IST)