Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ડીસામાં મોબાઈલ ટાવરના જનરેટરમાં અચાનક આગ ભભુકતા દોડધામ

શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં જ જનરેટર ભડભડ સળગી ઉઠ્યુ

બનાસકાંઠા : ડીસામાં યોગેશ્વર પાર્કમાં મોબાઇલ ટાવરનાં જનરેટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ડીસાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધીહતી  સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી

  આ અંગે મળતી માહિતી મુજબ  ડીસામાં યોગેશ્વર પાર્ક સોસાયટી મોબાઈલ ટાવરનાં જનરેટરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં જ જનરેટર ભડભડ સળગી ઉઠ્યુ હતું. આ ઘટનાથી આજુબાજુનાં વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આગની ઘટના અંગે જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી

(1:37 pm IST)