Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાડેમ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો

ડેમનાં 7 દરવાજા ખોલાયા : 1200 મેગાવોટના પાવર હાઉસના 6 યુનિટ ચાલુ

નર્મદા : ઉપરવાસ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં ભારે આવક થઇ રહી છે  સરદાર સરોવરમાં 1,17,000 ક્યૂસેક પાણીની આવક થતાં નર્મદા બંધ 132.41 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે હાલ નર્મદા ડેમનાં 7 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. પાણીની જાવકની વાત કરીએ તો 116085 ક્યૂસેક પાણીની જાવક થઇ છે.

   નર્મદામાં એક લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી છે. આ સાથે તંત્રએ કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને સતર્ક કર્યા છે.

   પાણીની આવકને પગલે 1200 મેગાવોટના પાવર હાઉસના 6 યુનિટ ચાલુ કરવામાં આવ્યાં હતા. જે સતત છેલ્લા 12 દિવસથી ચાલુ છે.

   આ પાવર હાઉસમાં 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસનાં 2 ટર્બાઇન પણ ચાલુ કરવામાં આવ્યા છે. આમ અંદાજીત 7 કરોડ ની રોજની વીજળી ઉત્પાદન થઈ રહી છે.

(1:26 pm IST)