Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ

 

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની સમસ્ત પારસી પરિવારોને મુબારક પાઠવી છે

  મુખ્યમંત્રીએપતેતી મુબારકપાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપણા સમાજજીવનમાં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂં પાડી રહી છે

તેમણે સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી છે.

(10:53 pm IST)