Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હવે ચાર દિવસ વરસાદનું જોર ઘટશે :રાજ્યમાં 87 ટકા વરસાદ વરસ્યો

ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે : ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે

 

અમદાવાદ : હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જોકે, ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. શનિવારથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.  

      આંકડાઓ મુજબ આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાદ રાજ્યમાં તબક્કાવાર દરેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે

(12:48 am IST)