Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મોડાસાના હજીરા વિસ્‍તારમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

અરવલ્લી: મોડાસાના હજીરા વિસ્તારમાં અકસ્માતમાં બેના મોત થયા છે. ટ્રક-ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ટેમ્પોમાં બેઠેલ બેના ઘટનાસ્થળે મોત થયા છે. મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, મોડાસા તાલુકાના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત પવન ઓટો સામે સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોમાં સવાર બે લોકોનાં સ્થળ પર જ મોત થઈ ગયા હતા. ત્યારે આ મામલે મોડાસા ટાઉન પોલીસે બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્ર્ક સાથે અકસ્માત બાદ ટેમ્પોની કેબિન કચડાઈ ગઈ હતી.

(5:25 pm IST)