Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ :કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો :મોટાભાગની નદીઓ ગાંડીતુર :મલનગદેવ અને સોનગઢની જોડતો રસ્તો ધોવાયો

તાપી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અને વિસ્તારમાં પાણી ભરાયા હતા.થોડા સમય માટે કેટલાક ગામોનો શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તાપી જિલ્લામાંથી પસાર થતી, મીંઢોળા, ઝાંખરી, ઓલણ, અંબિકા, પૂર્ણા, અને ગીરા જેવી નદીઓ ગાંડીતુર બની બંને કાંઠે વહેતી જોવા મળી. મલનગદેવ અને સોનગઢને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.

 

(10:31 pm IST)