Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ભાદરવા પોલીસે 1638ના દારૂના જથ્થા સાથે કોન્સ્ટેબલની ધરપકડ કરી

ભાદરવા: પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયેલા દારૂના કેસમાં પોલીસ કોન્સ્ટેબલે દારૂની ૧૬૨ બોટલો ફરિયાદમાં ઓછી દર્શાવી આ બોટલો સગેવગે થાય તે પહેલાંજ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા આખરે આ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી પોલીસે તેની ધરપકડ કરી છે.

ભાદરવા પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર હેડ નગીન શિવુભાઇ ગઢવીએ પોલીસ કોન્સ્ટેબલ અતુલ મહેન્દ્રસિંહ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૪ ઓગષ્ટના રોજ સાંજે સાત વાગે એક પીકઅપ વાન તેમજ કોન્સ્ટેબલ અતુલ મહેન્દ્રસિંહ પોતાની નવી એસ ક્રોસ ફોર વ્હીલ ગાડી પોતે ચલાવીને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પીકઅપવાન તેમજ કોન્સ્ટેબલ અતુલની ગાડીમાંથી દારૂની ૧૨૩ પેટીઓ ગણીને મુદ્દામાલ રૂમમાં મુકી હતી. આ અંગે રૂા.૪૪૨૮૦૦ કિંમતની ૧૪૭૬ દારૂની બોટલો અંગે ગુનો પણ દાખલ થયો હતો.

(5:53 pm IST)