Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ખેડાના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

ખેડાના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. ગામમાં હાલ ગમગીનીનો માહોલ સર્જાયો છે.

  મળતી માહિતી મૂજબ મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાનનો ટ્રક રિક્ષા સાથે અથડાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. રિક્ષામાં સવાર તમામ લોકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.

તમામ મૃતકો  મુવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:13 pm IST)