Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજયમાં મેઘરાજા મહેરબાન : રપ તાલુકાઓમાં ર થી પ : ૩૩ તાલુકામાં ૧ ઇંચ વરસાદ

રાજકોટ, તા. ૧૭ : રાજયમાં વરસાદ ની બીજી ઈનીગ્‍સ શરૂ થઇ છે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૮ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ થયો છે જેમાં ૨૫તાલુકાઓમાં બે થી પાંચ ઈચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈચ થી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે

રાજયના સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના અહેવાલ મુજબ આજે તા.૧૭-૮-૨૦૧૮ ના રોજ સવારે ૭.૦૦ કલાક સુધીમાં છોટાઉદેપુર અને તીલકવાડા તાલુકામાં પાંચ ઈચ, કવાંટ, વાલોડ, ડોલવણ, ગોધરા, કુકરમુડા મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઈચ, વ્‍યારા, સુબીર, નીઝર મળી કુલ ત્રણ તાલુકાઓમાં ત્રણ ઈચ થી વધુ વરસાદ વરસ્‍યો છે.

આ ઉપરાત ધાનપુર, ગરૂડેશ્વર, વાંસદા, ગરબાડા, સાગબારા, ઉચ્‍છલ, બોડેલી, જાંબુદ્યોડા, કાલોલ, મહુવા, નસવાડી, કપરાડા, દીયોદર, સંખેડા, શેહરા અને ઉમરપાડા મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઈચ થી વધુ જયારે અન્‍ય ૨૫ તાલુકાઓમાં એક ઈચ થી વધુ વરસા વરસ્‍યો હોવાના અહેવાલો સાપડ્‍યા છે.

દાહોદઃ જીલ્લાના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે જેમાં માછણનાળા -૨૦ કયુસેક ઉમરીયા -૫૦ કયુસેક અદલવાડા -૩૭૯.૯૨ કયુસેક વાકલેશ્રર-૫૭.ક્‍યુસેક કબુતરી ડેમ-૧૨ કયુસેક હડફ ડેમ ૩૧૦ કયુસેક પાણી આવ્‍યું છે. વડોદરા પાદરા અને ડભોઈના વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ

મહીસાગર લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, ખાનપુર,સહિતના વિસ્‍તારોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પ્રવાસીઓએ સવારે હોટલમાંથી નીકળી મોસમની મજા માણી રાતના ૧૨થી સવાર ૬ વાગ્‍યા સુધીના વરસાદના આંકડા, આહવા ૨૭, વદ્યઇ ૨૨, સુબિર ૭૮, સાપુતારા ૬૧ વરસાદ પડયો છે.

 

(11:54 am IST)