Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

મેઘરાજાની ધમાકેદાર સેકન્‍ડ ઇનીંગઃ ૧૪૧ તાલુકાઓમાં ૬ ઇંચ વરસાદ

છોટા ઉદેપુર-૬, તિલકવાડા અને કવાટ-પ, તો દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્‍તારમાં પ ઇંચ અનરાધાર વરસાદ * ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં અનેક વિસ્‍તારમાં ઝરમર ઝાપટા * કચ્‍છ કોરો રહ્યો... ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદુ

 વાપી તા. ૧૭ :.. મેઘરાજાએ સેકન્‍ડ ઇનીંગ જાણે શરૂ કરી હોય તેમ રાજયના ર૪ જીલ્લાના ૧૪૧ તાલુકાઓમાં ઝરમરથી ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર મધ્‍ય ગુજરાત ઉપર વરસાવી છે. અહીં સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો દ.ગુજરાતમાં પણ પ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ઉ.ગુજરાતમાં માત્ર ઝરમર ઝાપટા જ નોંધાયા છે. તો કચ્‍છ હજુ પણ કોરોધાકડ જ રહેવા પામ્‍યો છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર ખાસ કરીને મધ્‍ય અને દક્ષિણ ગુજરાત પંથકમાં ઘેરાયેલા વાતાવરણ સાથે  મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. સિઝનના પ્રારંભે સટાસટી બોલાવ્‍યા બાદ મેઘરાજા જાણે વિરામ ઉપર ઉતરી જતા સૌ કોઇ ચિંતામાં મુકાયા હતાં. ખેડૂતોને પાકની ચિંતા તો પ્રજાજનો સહિત વહીવટી તંત્રને પીવાના પાણીની ચિંતા.

મેઘરાજાના વિરહમાં આખો અષાઢ પસાર કર્યો પરંતુ હવે તો શ્રાવણ આવ્‍યો અને શ્રાવણમાં તો માત્ર સરવડા જ હોય એમાં શું થશે આ ભિતી વચ્‍ચે મેઘરાજાની મહેર થતા જગતના તાત ને જીવમાં જીવ આવ્‍યો છે.

ભારે વરસાદ અને ઉપરવાસના નવા પાણીની આવક ને પગલે ડેમો અને જળાશયોમાં નવા નીર આવે તેવી સૌ કોઇ પ્રાર્થના કરી રહયુ છે. ત્‍યારે દ. ગુજરાતના સુરત, પંથકના ઉકાઇ ડેમમાં છેલ્લા ર૪ કલાકમાં આશરે ૪૬,૦૦૦ કયુસેક જેટલા નવા પાણીની આવક થવા પામી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી ૩૦૦.૭૩ ફુટે સ્‍થિર રહેવા પામી છે. જયારે કોઝવેની જળસપાટી પ.૩પ મીટરે પહોંચી છે.

ફલડ, કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર રાજયના વિવિધ વિસ્‍તારોમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે સાંકડેલ અને મધ્‍ય ગુજરાત વિસ્‍તારમાં ખેડા જીલ્લાના તાલુકાઓમાં કઠલાલ ૪પ મી.મી. મહુવા ૩પ મી.મી.ઠાસરા ૪૧ મી.મી.આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૩૬ મી.મી.ઉમરેઠ ર૬ મી.મી.સોજીત્રા અને તારાપુર ૧ર-૧ર મી.મી.વરસાદ નોંધાયેલ છે.

વડોદરા જીલ્લાના તાલુકાઓમાં દેશર પર મી.મી. વડોદરા ૪૬ મી.મી. અને વાઘોડિયા ર૯ મી.મી. તો છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૬ર મી.મી. છોટાઉદેપુર ૧૩૭ મી.મી. નસવાડી પ૩ મી.મી. કવાટ ૧૧૮ મી.મી. અને સખડા પ૧ મી.મી.વરસાદ નોંધાયેલ છે.

પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ધોધમ્‍બા ૪૬ મી.મી.ગોધરા ૧૦૪ મી.મી.હાલોલ ૪૭ મી.મી. જાંબુછોડા ૬૧ મી.મી., કલોલ ૬૦ મી.મી. અને સહેરા પઢ મી.મી.નો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર ૪પ મી.મી.લુણાવાડા ર૧ મી.મી. વીરપુર ૧૯ મી.મી. અને સંતરામપુર ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દાહોદ ર૦ મી.મી. દેવગઢ બારિયા ૪૮ મી.મી. ધાનપુર ૭૦ મી.મી. ફતેપુરા ૧પ મી.મી.લીમખેડા ૩૭ મી.મી. અને ગરબડા ૬૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

દ.ગુજરાત પંથકમાં  અહી ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં એકલેશ્વર ર૦ મી.મી. ભરૂત ૧૯ મી.મી.હાાંેટ રર મી.મી. નેત્રગ ૩૪ મી.મી. અને વાલિયા ર૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડોડિયાયાવાડ ૪૬ મી.મી.ગરૂડેશ્વર ૭૦ મી.મી. સાગબારા ૬૬ મી.મી. લિલકપાડા ૧રપ મી.મી.તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૭૪ મી.મી. સોનગઢ ર૧ મી.મી. ઉચ્‍છલ ૬પ મી.મી. તો વાલોળ ૧૧૭ મી.મી. વ્‍યારા ૮૦ મી.મી. ડોલવણ ૧૧૭ મી.મી. અને કુકરમુડા   ૧૦૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.  બારડોલી ૩૯ મીમી, મહુવા ૫૭ મીમી,માંડવી ૩૭ મીમી, ચોર્યાસી ૩૩ મીમી, ઓલપાડ ૪૧ મીમી, પલસાણા ૨૮ મીમી, સુરત સીટી ૪૪ મીમી, અને ઉમરપાડા ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકા ચીખલી ૨૭ મીમી, ગણકદેવી ૩૩ મીમી, જલાલપર ૨૭ મીમી, ખેરગામ ૨૬ મીમી, નવસારી ૩૫ મીમી અને વાસદા ૭૦ મીમી, તોડીંગ જીલ્લાના  તાલુકાઓમાં આહવા ૨૧૭ મીમી, સઇુબીર ૭૮ મીમી અને વધઇ ૨૨ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે ઉ. ગુજરાત પંથકમાં ત્રણેક ઇંચ સુધીનો જ વરસાદ નોં૦ધાયો છે, જયારશે કચ્‍છ કોરો ધાકડ રહેવા પામ્‍યો છે.

સવારે ૧૦ કલાકે મધ્‍ય અને ખક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્‍તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્‍ચે હળવો વરસાદ ચાલુ છે. જોકે હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્‍ચે તંત્ર સાબદુ છે.

(11:54 am IST)