Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અંકલેશ્વરના ભાટવાડમાં દેશીદારૂની આઠ હાટડી પર દરોડા ;આઠ મહિલા બુટલેગરો ઝડપાઇ

230 લીટર દેશીદારૂ અને વોશ સહીત 17 હજારનો મુદામાલ જપ્ત

 

અંકલેશ્વર: શહેર પોલીસે ભાટવાડ વિસ્તારમાંથી દેશી દારૂની 8 હાટડી પર દરોડા પાડી 8 મહિલા બુટેલગરને ઝડપી લીધી છે તેમની પાસેથી 17 હજાર ઉપરાંતનો દેશીદારૂઅને વોશનો જથ્થો ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

 અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઈ જે.જી અમીન તેમજ મહિલા પી.એસ.આઈ વી.આર.ઠુંમર તથા પોલીસ ટીમ સાથે ભાટવાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દેશીદારૂનો વેપલો ચલાવતી શાન્તા વસાવા અને સરસ્વતી વસાવાને શહેર પોલીસે ઝડપી પાડી હતી

   પોલીસે સ્થળ પરથી 4 હજાર 600 ની કિંમતનો 230 લીટર દેશીદારૂ, વોશ તેમજ અન્ય સાધનો મળી કુલ 16 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  આ ઉપરાંત રમીલા વસાવા, રાધા વસાવા, હંસા વસાવા, રાજુબેન વસાવા અન્ય 2 મહિલા બુટેલગરને ત્યાં દરોડા પાડી તેમની પાસે પણ દેશીદારૂનો જથ્થો જપ્ત કરી કુલ 8 અડ્ડા પર થી પોલીસે 17000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(11:01 pm IST)