Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખેરાલુના કુડા ગામના આર્મીમેનનું જમ્મુ કાશ્મીરમાં વીજકરંટથી નિધન :ગામમાં ઘેરા શોકની લાગણી

છેલ્લા ત્રણ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા પ્રવિણસિંહના એક મહિના પહેલા જ લગ્ન થયેલા ;પાર્થિવદેહ વતન લવાશે

 

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થતા પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી છે મૃતક જવાન પ્રવિણસિંહ છેલ્લા 3 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમના એક માસ પહેલા લગ્ન થયા હતા. મૃતક જવાનના પાર્થિવ દેહને કાલે વતન લાવવામાં આવશે.

   ખેરાલુ તાલુકાના કુડા ગામના વતની પ્રવિણસિંહ ઠાકોર છેલ્લા 3 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. જમ્મુ કાશ્મીર ખાતે આર્મી ટેન્ટમાં ન્હાવા જતા હતા ત્યારે વોટરહીટરથી કરંટ લાગતા તેમનું નિધન થયુ છે. ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. મૃતક પ્રવિણસિંહ ઠાકોરના નાના ભાઇ પણ દેશની રક્ષા માટે આર્મીમાં જવાની ઇચ્છા ધરાવે છે.

(12:12 am IST)