Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

માટી ચોરી મામલે રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ સામે દેલાણાના સરપંચનો ગંભીર આક્ષેપ

તાલુકા પંચાયત પ્રમુખે લાઈટના મામલે સવાલ ઉઠાવ્યા બાદ સરપંચે માટીનો મુદ્દો ઉઠાવ્યો

રાધનપુર તાલુકા પંચાયતમાં રાજકીય ઘમાસાણ વ્યકિતગત સ્તરે પહોંચ્યું છે તાલુકાના દેલાણા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ રજૂઆત થતા સરપંચે પલટવાર કર્યો છે તાલુકા પંચાયત પ્રમુખે ગેરકાયદેસર ખનન કરાવી માટી ચોરી કરી હોવાનો આક્ષેપ સરપંચે કર્યો છે.

   ગામમાં માટી ચોરી કરતા ઇસમનું જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી બાદ પ્રમુખ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

   પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામ રાજકીય ટક્કરનું કેન્દ્રબિંદુ બનતુ જાય છે. તાલુકા પંચાયત પ્રમુખે ગામમાં LED લાઇટના ભ્રષ્ટાચારમાં સરપંચ સામે સવાલ ઉભા કર્યા હતા. જેની સામે ગણતરીના કલાકોમાં સરપંચ રામભાઇ આહીરે ગેરકાયદેસર ખનન કરતી જેસીબી પકડાવી પ્રમુખ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

(11:43 pm IST)