Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખેડૂતોમાં ખુશીનો માહોલ :મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે 300 ક્યુસેક પાણી છોડયું

લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાના ખેડૂતોને મળશે ફાયદો

મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે 300 ક્યુસેક પાણી ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવ્યું છે..જિલ્લામાં ઓછા વરસાદથી પાણીની અછતને લઈને પાણી છોડાયું છે. કેનાલમાં પાણી છોડાતા લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

  આ ઉપરાંત 5 હજાર 100 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે મહીસાગર નદીમાં છોડાયું હતુ.કડાણા ડેમનું પાણી 13 જિલ્લોઓને કેનાલ મારફતે ખેતી તેમજ પીવા માટે પહોંચાડવામાં આવે છે.રાજસ્થાન અને મહીસાગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઈ હતી.અને 13 ફૂટ જેટલો વધારો નોંધાયો હતો.જેમાંથી 10 ફૂટ જેટલું પાણી નડીઆદ, ખેડા અને આણંદ જિલ્લાને ઇરીગેશન મારફતે આપ્યું હતુ. હાલ ડેમમાં કુલ 49 ટકા જેટલો પાણીનો જથ્થો રહેલો છે.

(10:13 pm IST)