Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મકાન નિર્માણ સહિતના કામો માટે ફાળવણી થઇ

ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં ટાવર

અમદાવાદ,તા.૧૭ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના હાર્દસમા પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં ૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે ૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ કરાશે. આ માટે ૪૪ કરોડની જોગવાઇ કરાઇ છે. સાથે-સાથે અધિકારી-કર્મચારીઓના વિવિધ કક્ષાના આવાસોના બાંધકામ માટે પણ ૧૦૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, પાટનગરમાં સી-કક્ષાના ૫૬ ક્વાર્ટર્સ ૧૫.૨૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉપરાંત બી અને સી કક્ષાના ૮૯૬ ક્વાર્ટર્સના કામો ૨૩૫.૮૦ કરોડના ખર્ચે તથા કર્મયોગી ભવન અને સરકારી કચેરીઓ ખાતે ૬૦ કરોડ નવા બ્લોકના પ્રગતિ હેઠળના કામો માટે ફાળવાયા છે. એટલુ જ નહી ચ-કક્ષાના નવા ૨૮૦ ક્વાર્ટર્સ ૮૫.૮૬ કરોડના ખર્ચે તથા બી-કક્ષાના નવા ૨૮૦ ક્વાર્ટર્સ નિર્માનના કામો ૫૯ કરોડના ખર્ચે શરૂ કરાશે.

(10:04 pm IST)