Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અંકલેશ્વર નેશનલ હાઇવે પર કન્ટેઇનરમાંથી ૧૬ લાખથી વધુના 209 LED ટીવીની ચોરી

પાર્ક થયેલ કન્ટેનરના પાછલા દરવાજાનું સીલ તોડી એલઈડી ટીવી ઉઠાવી ગયા

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાર્ક કરાયેલ કન્ટેઇનરના પાછલા દરવાજાનું સીલ તોડી ૨૦૯ જેટલા LED TVની ચોરી કરાયાની ફરીયાદ નોંધાતા પોલીસે ટીવી ચોરી કરનાર ટોળકીની તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ૭૨૦ નંગ LED TV ભરી એક કન્ટેઇનર અમદાવાદ જતું હતું. દરમિયાન કન્ટેઇનરના ચાલકે તેનું કંન્ટેઇનર અંકલેશ્વર નજીક હાઇવે ઉપરની કોઇ હોટલ ઉપર પાર્ક કર્યું હતું. ત્યારે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા કન્ટેઇનરના પાછલા દરવાજાનું સીલ તોડી તેમાં રહેલ ૭૨૦ નંગ LED TV પૈકી ૨૦૯ જેટલા LCD TV ની ચોરી કરી કુલ આશરે રૂપિયા ૧૬ લાખની મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી.જે અંગે કંન્ટૈનર ચાલકે ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસે આ અજાણ્યા LED TV ચોરોની શોધખોળ આરંભી છે.

(7:55 pm IST)