Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સુરતમાં એસી રિપેરિંગની દુકાનમાં બ્લાસ્ટ ;બે યુવકોં ઘવાયા

કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા બાજુની દુકાનના કાચ તૂટ્યા :ફાયર બ્રિગેડ દોડ્યું

સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક એસી રીપેરીંગની દુકાનમાં કોંમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા બે યુવકોને ઈજા થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના ગોપીપુરા સ્થિત કાઝીના મેદાનમાં એસી રીપેરીંગની દુકાનમાં કોંમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો મોટો હતો કે બાજુની દુકાનના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનામાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા ફાયરની ૩ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

(7:53 pm IST)