Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરા મનપા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે આજથી 8 ટીમોને કામ પર લગાવવામાં આવી

વડોદરા:શહેરમાં જાહેર રોડ પર રખડતાં પશુઓને પકડવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શહેરના ચારેય ઝોનમાં આઠ ટીમ કામે લગાડી છે જેણે બપોર સુધીમાં 23 પશુ પકડી લીધા હતા. 

વડોદરા શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે રખડતા પશુઓને કારણે જીવલેણ અકસ્માતના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ એક ગાયે શિંગડું મારતા એકનું મોત થયું હતું. જાહેરમાર્ગો પર ગોપાલકો પશુઓને છૂટા મૂકી દે છે જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં પશુઓને કારણે આ અકસ્માત થવાનો ભય રહે છે. 

(5:32 pm IST)