Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમદાવાદના વાડજમાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ચાર શખ્સોએ મળી એક યુવાનની કરપીણ હત્યા કરતા અરેરાટી

અમદાવાદ:વાડજમાં બે સગા ભાઈ સહિત ચાર શખ્સોએ નજીવી બાબતના ઝઘડામાં તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાંખી હતી. ગુટખા ખાવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાડજ પોલીસે ગુનો નોંધીને વદુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જુના વાડજમાં પરિક્ષીતનગરની બાજુમાં રહેતા વિજય મોતીભાઈ વાઘેલાને(૨૨) ૧૫ જુલાઈના રોજ રાત્રે પરિક્ષીતનગરમાં રહેતા પુનમ ઉર્ફે ગુગો એમ.મકવાણા, રવિ એમ.મકવાણા, બાબુ અને વિશાલ સાથે ગુટખા ખાવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન વિજયના સંબંધી જીવીબહેન બી.ચૌહાણને આ બાબતે જાણ થતા તે ઘરની બહાર દોડીને આવ્યા હતા. તેમણે જોયું તો બાબુએ વિજયની ફેંટ પકડી હતી અને રવી લાતોથી માર મારતો હતો. બીજીતરફ પુનમે તેની પાસેનો ધારદાર છરો કાઢીને વિજયની છાતીમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. મારથી બચવા વિજય ત્યાંથી ભાગવા લાગ્યો હતો.

(5:29 pm IST)