Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમદાવાદ: વટવા જીઆઈડીસીમાં કરંટ લગતા કર્મચારીના મોતથી અરેરાટી : એકની હાલત ગંભીર

અમદાવાદ:વટવા જીઆઇડીસીમાં આકાશ ઓટો એસેસરીઝમાં કરંટ લાગતા એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા કર્મચારીની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવા જીઆઇડીસીમાં ફેઝ-૧ ખાતે આવેલી આકાશ ઓટો એસેસરીઝ નામની કંપનીમાં કામ કરતા અને ત્યાં રહેતા જીતેન્દ્રભાઇ.બી.પરમાર ગઇકાલે સવારે કંપનીમાં કામ કરતા હતા આ સમયે એસેસરીઝનો પૉલીસ કરેલો સામાન લોખંડના ઘોડામાં મુકવા જતાં કરંટ લાગતા તેઓ ચોંટી ગયા હતા, આ જ સમયે દિનેશભાઇ નામના કર્મચારી પણ ઘોડાને અડતા તેઓને પણ કરંટ લાગ્યો હતો બન્ને કર્મચારીઓને મણિનગગરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જીતેન્દ્રભાઇનું મોત થયું હતું.

(5:28 pm IST)