Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખંભાતની બોરસદ ચોકડી નજીક બુટલેગરોને રોકનાર બે ટ્રાફિક પોલીસ પર જીવલેણ હુમલો થતા ચકચાર

ખંભાત:માં બે બુટલેગરો દ્વારા પોલીસ જવાનોને માર મારીને ફરાર થઈ જવાની ઘટનાના પડઘા હજી તો પોલીસ બેડામાં સમ્યા નથી ત્યાં તો આજે સાંજના સુમારે બોરસદ ચોકડી પાસે લક્ઝરી બસના માલિક અને પુત્ર દ્વારા ટ્રાફિકના બે પોલીસ જવાનો તેમજ એક ટીઆરબી જવાનને લોખંડની પાઈપથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના છએક વાગ્યાના સુમારે બોરસદ ચોકડીએ લક્ઝરી બસ અને રીક્ષા અથડાવા બાબતે માથાકુટ થઈ હતી જેમાં બન્ને જણાં રોડ ઉપર વાહનો ઉભા રાખીને ઝઘડતા હતા જેથી ત્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિકના પોલીસ જવાનો વિનોદભાઈ ચૌધરી, વજેસિંહ તથા ટીઆરબીનો જવાન વીરેન્દ્ર બી. લુહાર ત્યાં પહોંચી ગયા હતા અને વાહનો સાઈડ પર લઈને ઝઘડવાનું બંધ કરવાનુ કહી બન્ને પાસે ગાડીના કાગળીયા અને લાયસન્સની માંગણી કરી હતી. રીક્ષાના ચાલકે તેના કાગળીયા બતાવ્યા હતા. પરંતુ લક્ઝરી બસના ચાલકે હું કોઈ કાગળીયા નહીં બતાવુ તેમ જણાવીને દાદાગીરી કરવા લાગ્યો હતો.

(5:25 pm IST)