Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

માતર તાલુકાના શેખપુર નજીક કેનાલમાંથી ભેદી સંજોગોમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર

માતર:તાલુકાના શેખુપુર નજીક પીપલવાડા કેનાલમાં મહિલાની નગ્ન લાશ હોવાની માહિતી મળતા લીંબાસી પોલીસે ઘટનાસ્થળે જઈ લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં લાશ આશરે ૪૦ વર્ષીય ઉંમરની હોવાનું જણાઈ આવ્યું હતું. શરીર પર કોઈ વાગેલાનું નિશાન દેખાતુ ન હતુ. જો કે નગ્ન લાશ હોઈ પોલીસ માટે આ ઘટના ગંભીર દેખાતી હતી. પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી છે. અને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. 

આ લાશ અન્ય સ્થળેથી તણાઈને આવી હોવાની શક્યતા ઉપરાંત મહિલાના મોત પાછળ કોઈનો છુપો હાથ હોવાની અથવા કેનાલમંા ન્હાવા પડેલ મહિલા તણાઈ જતાં મોતને ભેટી હોવાની શક્યતા પણ છે. 

(5:24 pm IST)