Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોન્ટ્રાકટ સિસ્ટમ્સના લીધે નવી ભરતી થતી નથી, પાંચ વર્ષ ફિકસ પગાર એ કયાંનો ન્યાય?

'તમારી થપ્પડ મારતી' જાહેરાતો ફરી શરૂ કરો : અમિત ચાવડા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : આજે વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અમિત ચાવડાએ જણાવ્યુ કે સભ્ય સરકારમાં આ વિભાગ દસ્તકની કામગીરી વ્યવસ્થિત ચાલતી ન હોવાનું જણાવેલ.

આ ઉપરાંત રાજય સરકાર અન્ય કેડરોમાં ૬૦ વર્ષ કે તેથી વધુ સમય મર્યાદા નક્કી કરેલ છે. જયારે સરકારમાં નોકરી કોન્ટ્રાકટ સીસ્ટમના કારણે નવી નિયમીત ભરતી થતી નથી. ઉપરાંત જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી હોય તેવા નોકરીયાતને પાંચ વર્ષ ફીકસ પગાર આ કયાંનો ન્યાય કહેવાય.

આ ઉપરાંત ચાવડાએ પ્રોટોકોલ બાબતે જણાવ્યુ કે રાજય સરકારના કલેકટરો જિલ્લા પોલીસ વડાઓ, ડી.ડી.ઓ જેવા અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાએ થતા સરકારી કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યોની અવગણના તરફ ધ્યાન દોર્યુ હતું.

ઉપરાંત શ્રી ચાવડાએ જણાવ્યુ કે ૬૨ માસથી વડાપ્રધાન શ્રી તરીકે બેઠા છે તો નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કેમ નથી કરતા? મારી તો વિનંતી છે કે તમારી થપ્પડ મારતી જાહેરાતો ફરી શરૂ કરો આમ કહેતા ગૃહમાં હાસ્ય જોવા મળ્યુ હતું.

(4:09 pm IST)